બિઝનેસ લીડરશિપમાં ભારતીય મહિલા પાછળ કેમ, માત્ર 8 ટકા જ ઉપસ્થિતિ


બિઝનેસ લીડરશિપમાં ભારતીય મહિલા પાછળ કેમ, માત્ર 8 ટકા જ ઉપસ્થિતિ




  • બિઝનેસ લીડરશિપમાં ભારતીય મહિલા પાછળ કેમ, માત્ર 8 ટકા જ  ઉપસ્થિતિ
  • બિઝનેસ લીડરશિપમાં ભારતીય મહિલા પાછળ કેમ, માત્ર 8 ટકા જ  ઉપસ્થિતિ
  • બિઝનેસ લીડરશિપમાં ભારતીય મહિલા પાછળ કેમ, માત્ર 8 ટકા જ  ઉપસ્થિતિ
    +3
દિવ્યશ્રી ડેસ્ક:આમ તો સ્ત્રી શક્તિકરણની વાતો અને ચર્ચાઓ જોરશોરથી થાય છે. કહેવાય છે કે આજ સ્ત્રીઓ દરેક ક્ષેત્રે અગ્રેસર છે. પરંતુ શું  તમે જાણો છો કે બિઝનેસ લીડરશિપમાં આજે પણ મહિલાઓની ભાગીદારી માત્ર 8 ટકા જ છે. જી હાં, યુરોપના દેશોની તુલનામાં ભારતની મહિલાની બિઝનેસ સેક્ટરમાં ભાગીદારી નહિવત છે. દુનિયામાં રિટેલ હબના રૂપમાં માનવામાં આવતું ચીન બાદ ભારતમાં સૌથી મોટું કન્ઝયુમર માર્કેટ છે છતાં પણ મહિલાઓની બિઝનેસ સેક્ટરમાં લીડરશિપ 8 ટકા જ છે.
નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના સિકસ્થ ઇકોનોમિક સેંસસ મુજબ દેશમાં ચાલી દેશમાં ચાલી રહેલ 58.5 મિલિયન બિઝનેસમાં માત્ર  8 ટકા બિઝનેસ એવા છે, જેમાં મહિલાઓ દ્રારા લીડરશીપ નિભાવવામાં આવી રહી છે. આમાં પણ મોટાભાગની મહિલાઓ મોટી શહેરોની છે. એક્સિસ બેન્કની શીખા શર્મા દિલ્હીમાં, તો આઈસીઆઈસીઆઇ બેન્કની સીઇઓ ચંદા કોચર રાજસ્થાનના જોધપુરથી છે.
ગોદરેજ ગ્રૂપની ચીફ ડાયરેક્ટર અને ચીફ બ્રાન્ડ ઓફિસર તાનિયા દબાસનો વધુ સમય અમેરિકામાં વિત્યો છે. તેમની શિક્ષા અમેરિકાના બ્રાઉન યૂનિવર્સિટી હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં થઇ હતી. તો એચએસબીસીની કન્ટ્રી હેડ નૈના લાલ કદવઇ  દિલ્હીની છે અને તેમની શિક્ષા પણ દિલ્હી અને અમેરિકામાં સંપન્ન થઇ છે. આ ક્ષેત્રમાં બહુ ઓછા એવા ઉદાહરણ છે જેમણે  નાના ગામડા કે શહેરમાં ભણીને મહિલાએ બિઝનેસ સેક્ટરમાં નેતૃત્વ કર્યું હોય. આ આંકડા અને સર્વે પરથી જાણી શકાય છે કે બહુ જૂજ મહિલાઓ જ આ પદ સુધી પહોંચી છે. ટૂકમાં કહીએ તો બિઝનેસ સેક્ટરમાં વરિષ્ઠ પદ પર મહિલાઓની ઉપસ્થિતિ બહુ ઓછી છે. 


ગત વર્ષ ગ્રાન્ટ થોર્નર્ટોનની એક સર્વે રિપોર્ટમાં સામે આવ્યું છે કે ભારતએ દેશોમાં સામેલ છે, જે દેશોમાં બિઝનેસ ક્ષેત્રમાં મહિલાઓ પાછળ છે. બિઝનેસ ક્ષેત્રમાં મહિલાઓની લીડરશીપને લઇને થયેલા સર્વેમાં ભારતને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે. આ સર્વે 36 દેશોના 5500 બિઝનેસ યૂનિટ પર કરવામાં આવ્યો હતો. જેનું તારણ છે કે 41 ટકા ભારતીય બિઝનેસમાં મહિલાઓ ક્યાંય પણ કોઇપણ પ્રકારના લીડરશિપ રોલમાં છે જ નહીં.
આ મામલામાં યૂરોપના દેશો આગળ છે. યુરોપનો પૂર્વી ભાગ આ ક્ષેત્રેમાં સૌથી અગ્રેસર છે. યુરોપના પૂર્વી ભાગોમાં ચાલી રહેલા બિઝનેસમાં 38 વરિષ્ઠ પદો પર માત્ર મહિલા નિયુ્ક્ત છે. અહીં માત્ર 9 ટકા બિઝનેસ જ એવા છે જ્યાં વરિષ્ટ પદ પર મહિલાઓ નથી. 

Comments

Popular posts from this blog

રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા પર હુમલો કરનારા કોન્સ્ટેબલની અટકાયત

હવાઈ મુસાફરી કરનાર માટે ખુશીના સમાચાર, કેન્દ્ર સરકાર આપશે અઢળક ફાયદા