હવાઈ મુસાફરી કરનાર માટે ખુશીના સમાચાર, કેન્દ્ર સરકાર આપશે અઢળક ફાયદા


હવાઈ મુસાફરી કરનાર માટે ખુશીના સમાચાર, કેન્દ્ર સરકાર આપશે અઢળક ફાયદા




કેન્દ્ર સરકારે વિમાન કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલ આડેધડ માંગણીઓ માટે એવિએશન સેક્ટર તરફથી મોટા બદલાવની જાહેરાત કરવામાં આવી રહી છે. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિન્હાએ મંગળવારે હવાઈ યાત્રીઓ માટે ઘણી ભેટોની જાહેરાત કરી છે. પેપરલેશ યાત્રા માટે ડિજિટલ યાત્રાની શરૂઆતની સાથે જ કેન્સલેશન પર પણ મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. આ અંગે 2 મહિનાની અંદર ડ્રાફ્ટ પર વિચાર કર્યા બાદ તેને લાગુ કરવામાં આવશે.
આ અંગે માહિતી આપતાં મંત્રી જયંત સિન્હાએ કહ્યું કે, જો ફ્લાઇટ બુકિંગના 24 કલાકની અંદર જ ટિકિટ કેન્સલ કરાવવામાં આવે છે તો ગ્રાહકે કોઇ પણ ચાર્જ આપવાનો રહેશે નહીં. તેમજ ચોક્કસ સમયની અંદર ટિકિટમાં ફેરફાર પણ ફ્રીમાં કરી શકાશે. તેમજ 96 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવવા પર કોઇ જ ચાર્જ લાગશે નહીં. તેમજ કેન્શલેશન ચાર્જ બેસિક ફેર અને ફ્યૂલ ચાર્જના સંયુક્ત ચાર્જથી વધુ ન હશે.

જયંત સિન્હાએ સાથે જ કહ્યું કે, જો એરલાઇન્સ કંપનીની ભૂલના કારણે ફ્લાઈટ ડિલે થાય છે તો યાત્રીઓને વળતર આપવાનું રહેશે. તેમજ આગાલા દિવસ સુધી જો ફ્લાઈટ ડિલ થાય છે તો તેના માટે યાત્રીને હોટલમાં રોકાવવાની વ્યવસ્થા કરવાની પણ રહેશે. તેમજ વધુ ડિલેની સ્થિતિમાં જો મુસાફર જ ટિકિટ કેન્સલ કરાવશે તો તેને સંપૂર્ણ રિફન્ડ આપવાનું રહેશે.


સરકાર તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે, દિવ્યાંગ યાત્રીઓ માટે ખાસ વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ ઘરેલું યાત્રાને પેપરલેસ સુવિધા આપવા અંગે પણ કામ કરી રહી છે. જેના માટે મુસાફરોને એક યુનિક નંબર જ આપવામાં આવશે, જે એરપોર્ટ પર બતાવવાનો રહેશે. તેમજ ડિજિયાત્રા હેઠળ ઓળખ માટે આધારકાર્ડની પણ આવશ્યક્તા નથી.





Comments

Popular posts from this blog

રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા પર હુમલો કરનારા કોન્સ્ટેબલની અટકાયત

બિઝનેસ લીડરશિપમાં ભારતીય મહિલા પાછળ કેમ, માત્ર 8 ટકા જ ઉપસ્થિતિ