SPORTS CRICKET IPL-2018: qualifier 2, ફાઇનલમાં ચેન્નઇ સામે હૈદરાબાદ, કેકેઆર સામે 13 રનથી મેળવ્યો વિજય IPL-2018: qualifier 2, ફાઇનલમાં ચેન્નઇ સામે હૈદરાબાદ, કેકેઆર સામે 13 રનથી મેળવ્યો વિજય

SPORTS CRICKET IPL-2018: qualifier 2, ફાઇનલમાં ચેન્નઇ સામે હૈદરાબાદ, કેકેઆર સામે 13 રનથી મેળવ્યો વિજય IPL-2018: qualifier 2, ફાઇનલમાં ચેન્નઇ સામે હૈદરાબાદ, કેકેઆર સામે 13 રનથી મેળવ્યો વિજય IPL સીઝન-11નાં બીજા ક્વોલિફાયર મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સને 13 રને હરાવીને બીજીવાર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હૈદરાબાદ ફાઇનલમાં 2 વખતની IPL ચેમ્પિયન ચેન્નાઇ સુપરકિંગ્સ સામે ટકરાશે. IPLની ફાઇનલ 27મેનાં રોજ રમાશે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરનારી હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 174 રન કર્યા હતા. 175 રનનાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ 20 ઓવરમાં 161 રન જ બનાવી શકી અને હૈદરાબાદે 13 રને જીત મેળવી ફાઇનલમાં જગ્યા બનાવી. હૈદરાબાદની જીતનો હીરો અફઘાનિસ્તાનનો રાશિદ ખાન રહ્યો. હૈદરાબાદ તરફથી શાનદાર બોલિંગ કરનાર રાશિદ ખાને 4 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ પહેલા બેટિંગમાં પણ રાશિદ ખાને કમાલ કરતા 10 બોલમાં 34 રન ઠોકી દીધા હતા અને હૈદરાબાદનો સ્કોર 174 રન સુધી પહોંચાડ્યો હતો. રાશિદ ખાન સિવાય સિદ્ધાર્થ કૌલ અને બાર્થવેટે 2-2 વિકેટ ઝડપી હતી કોલકાતા માટે સૌથી ...